ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ખેલો ઇન્ડિયા વુમન જુડો લીગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં નૂતન સર્વ કેળવણી મંડળ સંચાલિત નૂતન સર્વ વિદ્યાલય ખાતે ધોરણ 11 અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અમદાવાદ વિજયભારત સ્પોર્ટ્સ ખાતે યોજાયેલો ત્રીજો ખેલો ઇન્ડિયા વુમન જુડો લીગ વેસ્ટ ઝોનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળા તેમજ વિસનગરનુ ગૌરવ વધાર્યુ છે. જે આ વિદ્યાર્થિની નેશનલ કક્ષાએ આગામી સમયમાં લખનૌ ખાતે આયોજિત જુડો સ્પર્ધામાં ભાગ લેશે.નૂતન સર્વ કેળવણી મંડળ સંચાલિત નૂતન સર્વ વિદ્યાલય ખાતે ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી અને હાલ વિસનગર કાંસા એન.એ વિસ્તારમાં પ્રતીક્ષા હોમ્સમાં રહેતી ચૌધરી ધ્રુવી ડાહ્યાભાઈએ અમદાવાદ ખાતે વિજયભારત સ્પોર્ટ્સમાં આયોજિત ત્રીજો ખેલો ઇન્ડિયા વુમન જુડો લીગ વેસ્ટ ઝોન સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.


જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ગોલ્ડ મેડલ અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આમ વિદ્યાર્થિનીએ સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવતા સમગ્ર નૂતન સર્વ વિદ્યાલય, નૂતન કેળવણી મંડળ તેમજ વિસનગરનુ નામ રોશન કર્યું છે. જેમાં આગામી સમયમાં ધ્રુવી ચૌધરી નેશનલ કક્ષાએ લખનૌ ખાતે સ્પર્ધામાં ભાગ લેશે. આમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા નૂતન સર્વ કેળવણી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થી ધ્રુવી ચૌધરી તેમજ કોચને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં ધ્રુવી ચૌધરીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.