મહેસાણા નગરપાલિકાએ બે દિવસમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ

મહેસાણા
મહેસાણા

મહેસાણા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા માટે કરાયેલા ટેન્ડર બાદ એજન્સી રાહે પાલિકા તંત્ર દ્વારા પુર જોશમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.છેલ્લા એક અઠવાડિયામા 90 થી વધુ રખડતા ઢોર ઝડપી પાડવામાં આવ્યા છે.શખેશ્વરમા મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇ મહેસાણા નગરપાલિકા દ્વારા 25 ગાયો અને 8 આખલા મળી કુલ 33 રખડતા ઢોર પકડી પાંજરે પુરવામાં આવ્યા હતાં.ગ્રામ્ય વિસ્તારોમાં ઢોર પકડવાની કામગીરીમાં મહેસાણા તાલુકા પંચાયત તંત્ર નિષ્ક્રિય રહેતા નગરપાલિકા માથે ઢોર પકડવાની કામગીરીનું ભારણ વધ્યું છે.મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરમા રખડતા ઢોરને પગલે સર્જાતા જોખમને દૂર કરવા ટેન્ડર કરી એજન્સી મારફતે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યાં તાજેતરમાં તાજીયા અને CMનો કાર્યક્રમ હોઈ મહેસાણા પાલિકા તંત્ર એ છેલ્લા બે દિવસમાં 25 ગાયો અને 8 આખલા પકડી પાંજરે પૂર્યા હતા.મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલ મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇ તાલુકા પંચાયતને રખડતા ઢોર પકડવાનો આદેશ કરાયો હતો.જોકે આ આદેશ માત્ર કાગળ પર જ રહેતા તાલુકા પંચાયત દ્વારા ઢોર પકડવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.જેથી મહેસાણા પાલિકાની ટીમને ગ્રામ્ય વિસ્તારોમાં જઇ રખડતા ઢોર પકડવાની ફરજ પડી હતી.આમ ગ્રામ્ય વિસ્તારોમાં ઢોર પકડવાનું ભારણ વારંવાર મહેસાણા નગરપાલિકા માથે ઢોળવામાં આવી રહ્યું છે.મહેસાણા નગરપાલિકા દ્વારા એજન્સી મારફતે પ્રતિ ઢોર પકડવાનો 3000 ખર્ચ અને પાંજરાપોળનું અનુદાન ચૂકવવા નું નક્કી કરાયું છે.જેમાં નગરપાલિકા છેલ્લા 7 દિવસમાં 90થી વધુ ઢોર પકડવામા આવ્યા છે.ઢોર પકડવાની કામગીરી શરૂ કરાયાના ગણતરીના દિવસોમાં જ પાલિકા માથે ઢોર પકડવા માટે 6 લાખ રૂપિયાથી વધુ નો ખર્ચ થવા પામ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.