કડીના થોળ રોડ ઉપર અકસ્માત થયેલી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી

મહેસાણા
મહેસાણા

કડી શહેરના રોડ ઉપર આવેલા દશામાના મંદિર પાસે સાણંદ તરફથી આવી રહેલા ટ્રક અને કડી તરફથી જઈ રહેલી ફોરવિહ્લ ગાડીનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાઈ ગયા હતા. કારચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. જ્યાં કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા કડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.અમદાવાદ વસ્ત્રાલ ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના વતની મુકેશભાઈ રાવત કે જો ધાનેરામાં એજન્સી ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરી રહ્યા છે. જે દરમિયાન પોતાની ટ્રક લઈને તેઓ સાણંદથી ધાનેરા જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ સાણંદથી નીકળીને કડી થઈને નંદાસણ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોડ ઉપર આવેલા દશામાના મંદિર પાસે પહોંચતા સામેથી આવી ગયેલા કારચાલક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જ્યાં કારચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રોડ ઉપર ટ્રાફિકના દ્રશ્યો સર્જાઈ ગયા હતા. જ્યાં કારની તપાસ કરતા અલગ અલગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

કડીના થોળ રોડ ઉપર આવેલા દશામાના મંદિર પાસે સાળંગ તરફથી આવી ગયેલ ટ્રક નંબર GJ 1 CV 1385 અને કડી તરફથી આવેલી SX 4 ગાડી નંબર GJ 18 AM 1795 વચ્ચે અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાફિકના દ્રશ્યો સર્જાઈ ગયા હતા. લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી. પરંતુ ગાડીચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.જ્યાં ફોરવી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા કડી પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. જ્યાં ગાડીની તલાસી કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની બિયર અને વિદેશી દારૂની 283 (કિંમત રૂપિયા 55860)બોટલો મળી આવી હતી. ગાલીચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. જ્યાં પોલીસે કુલ મુદ્દામાલ રૂપિયા 2,55,860 કરી ગાડીચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.