ઊંઝામાં બૂટલેગર દારૂ ભરેલી કાર સાથે નાળામાં ખાબક્યો સારવાર દરમિયાન મોત

ગુજરાત
ગુજરાત

ઊંઝા તાલુકાના દાસજ ગામની ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જ્યાં કારચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર સાથે અથડાવતા ગાડી પલ્ટી મારી હવામાં ઉછળી હતી અને નાળાની અંદર ખાબકી હતી. અકસ્માતગ્રસ્ત બ્રેઝા ગાડીમાં બે યુવકો હતા જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઇ જવાતો હતો. દાસજ ગામમાં અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને તાત્કાલિક ઊંઝા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઊંઝા પોલીસે આવી બંને યુવકોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

ચાલકે કાબૂ ગુમાવતા કાર નાળામાં ખાબકી : મહેસાણાના મગાપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર કિશનજી અને ઠાકોર બળવંતજી બંને બ્રેઝા ગાડીમાં સવાર થઈને વિદેશી દારૂની હેરાફેરી માટે નીકળ્યા હતા. જે દરમિયાન ઊંઝાના દાસજ ગામે કારચાલક ઠાકોર કિશનજીએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા કાર હવામાં ઉછળીને નાળામાં ખાબકી હતી. ઘટનામાં કારનો બુકડો બોલી જતાં કારમાં સવાર બંનેને ગંભીર ઈજા પહોંચી હતી અને દારૂની હેરાફેરી માટે લઈ જવાતા દારૂનો પણ ઘટનાસ્થળે જ નાશ થઈ ગયો હતો.

અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો : અકસ્માત સર્જાતા આસપાસના ગામના લોકો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા અને ઊંઝા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગાડીમાંથી બંને ઈસમોને બહાર કાઢી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યા હતા અને કાર અને વધેલા દારૂનો મુદ્દામાલ કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી. રાત્રિના આશરે અગિયાર વાગ્યાની આસપાસ ઘટના બની હતી જેમાં પોલીસે ગાડીની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. બ્રેઝા ગાડીનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું અને પોલીસે ગાડીમાંથી અંદાજિત રૂપિયા 54,265નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એકનું મોત, એક સારવાર હેઠળ ખસેડાયો : અકસ્માતમાં ઠાકોર કિશનજીનું મોત નીપજ્યું હતું અને ઠાકોર બળવંતજીને ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. પોલીસે RTO રજીસ્ટર નંબર GJ-02-EA-6213 બ્રેઝા ગાડી જપ્ત કરી. આઈ.પી.સી. કલમ 279, 302 a, 337, 338 તથા એમ.વી એક્ટ 177, 184 તથા પ્રોહી.એક્ટ 65(AE), 81 મુજબનો ગુનો દાખલ કર્યો હતો અને દારૂ ક્યાથી લાવવામાં આવ્યો છે અને ક્યા લઇ જવાતો હતો એની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે બંને વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી : મહેસાણાના મગપુરા વિસ્તારના બન્ને યુવકોએ વિદેશી દારૂ ઘૂસેડવા માટે જોખમભર્યું વાહન ચલાવી એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો. આ બન્ને યુવકોમાં ઠાકોર કિશનજીનું મોત નીપજ્યું હતું અને ઠાકોર બળવંતજીને ગંભીર ઈજાઓ થઇ હતી. આ બન્ને યુવકો મહેસાણા મગપુરા વિસ્તારમાં પ્રાથમિક શાળા નંબર-4 સામે રહેતા હતા. અંદાજે 288 નંગ બોટલો લઈને દારૂની હેરાફેરી માટે નીકળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.