39 વર્ષથી ભાજપ શાસિત APMCમાં ફરીથી ભાજપનો ભગવો લહેરાયો

મહેસાણા
મહેસાણા

કડી માર્કેટયાર્ડની ચૂંટણી છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહી હતી. એપીએમસીની ચૂંટણીને લઇ અને તર્ક વિતર્ક તેમજ સ્થાનિક અગ્રણીઓની ખેંચતાણીને લઈ ચર્ચાઓ જોવા મળી હતી. જ્યાં મંગળવારે કડી એપીએમસીમાં ખેડૂત પેનલના 10 ઉમેદવારોની ચૂંટણી મંગળવારના દિવસે યોજાઈ હતી. જ્યાં બુધવારે મત ગણતરી યોજવામાં આવતા ભાજપમાંથી મળેલા મેન્ડેડના દશેય ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જોશ જોવા મળ્યો હતો.મંગળવારે કરી એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી જેમાં 93% મતદાન થયું હતું. બુધવારે કડી એપીએમસીના કાર્યાલય ખાતે મત ગણતરી યોજવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ખેડૂત પેનલના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. કડી એપીએમસીની ચૂંટણીને લઇ 90 ફોર્મ ભરાયા હતા જ્યાં પાંચ ફોર્મ રદ થતાં 85 માન્ય રાખવામાં આવ્યા હતા. તેમજ વેપારી પેનલની ચાર બેઠકોના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા હતા. તેમજ ખરીદ વેચાણ સંઘમાંથી માત્ર એક જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફોર્મ ભરતા તેઓ પણ બિનહરીફ થયા હતા. એમ કુલ પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ખેડૂત પેનલના 25 ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી ભારતીય જનતા પાર્ટીએ 10 ઉમેદવારોને મેન્ડેડ આપ્યું હતું. જ્યાં 13 ભાજપના વિચારધારા ધરાવતા ઉમેદવારોએ ભાજપમાંથી મળેલી મેન્ડેડના 10 ઉમેદવારોને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય બે ઉમેદવારોએ ચૂંટણીના છેલ્લા કલાકોમાં 10 ઉમેદવારોને ટેકો જાહેર કરાતા મંગળવારે ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.


કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની 69 મંડળીઓના 782માંથી 728 મતદારોએ વોટિંગ કર્યું હતું. કડીના ધારાસભ્ય કરસન સોલંકી તેમજ સ્થાનિક અગ્રણીઓ અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલના કારણે ચૂંટણીના દિવસે ભાજપનું પલડું ભારે જોવા મળ્યું હતું અને ભાજપ તરફી મતદાન થયું હતું. કડી એપીએમસીમાં છેલ્લા 20 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી જેને લઈને છેલ્લા 15 દિવસમાં અનેક તર્ક-વિતર્કો સામે આવ્યા હતા. અંતે ચૂંટણી પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.