મહેસાણા જિલ્લામાં શિયાળું વાવેતરની શરૂઆત : ચાલુ વર્ષે આટલા હજાર ટન ખાતર વપરાશે

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં હવે શિયાળુ વાવેતર શરૂ થઈ ગયું છે. જિલ્લાના ખેડૂતો સમયાંતરે રાયડો, તમાકું અને બટાકા તેમજ ઘઉંનું વાવેતર કરશે.ચાલુ વર્ષે રવિ પાકનું સૌથી વધુ પ્રમાણમાં ખેડૂતો વાવણી કરશે તેવી આશા છે. આ વર્ષે લગભગ પાકમાં નાખવા માટે કુલ 91,900 મેટ્રિક ટન ખાતરની માંગ થશે એવો અંદાજ છે.રવિ પાકના વાવેતર માટે યુરિયા ખાતરની માંગ વધુ રહેતી હોય છે.મહેસાણા જિલ્લામાં રાયડાના વાવેતર સાથે શિયાળુ સિઝનની શરૂઆત થઇ ગઈ છે. ચાલુ વર્ષે વિવિધ પાકોમાં કુલ 91,900 મેટ્રીકટન ખાતરની જરૂરિયાત ઊભી થશે. જેમાં સૌથી વધુ 70 હજાર મેટ્રીકટન યુરિયા ખાતરના વપરાશનો અંદાજ છે.કૃષિ વિશેષકો મુજબ જિલ્લાની કુલ જમીનમાંથી 1.87 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ વાવેતર થવાનો અંદાજ છે. જેમાં પાંચ પ્રકારના ખાતરમાંથી કુલ 91,900 મેટ્રીકટન ખાતરનો ઉપયોગ થઇ શકે છે.


મહેસાણાના કૃષિ વિશેષજ્ઞ ડોક્ટર ભરતભાઈ પટેલ જણાવે છે કે આ વર્ષે શિયાળુ વાવેતર ના કારણે ખેડૂતોને ખેતરમાં સૌથી વધારે યુરિયા ખાતર ની જરૂર પડે એવું અંદાજ છે આ વર્ષે યુરિયા ખાતરનો સૌથી વધુ 70 હજાર મેટ્રીકટન વપરાશમાં લેવાશે. આ ઉપરાંત, ડીએપી 10 હજાર મેટ્રીકટન, એમઓપી એક હજાર મેટ્રીકટન, એનપીકેએસ 7800 મેટ્રીકટન અને એસએસપી 3100 મેટ્રીકટન વપરાશનો અંદાજ છે.જિલ્લામાં વાર્ષિક 1.30 લાખ મેટ્રીકટનના વપરાશ સામે 70% ખાતરનો વપરાશ શિયાળુ સિઝનમાં થતો હોય છે. વાર્ષિક અને શિયાળુ સીઝનમાં ખાતરનો વપરાશમાં યુરિયા 70 હજાર 97 હજાર 72.16% નો અંદાજ છે ,ડીએપી 10 હજાર 16 હજાર 62.50% નો અંદાજ છે,એમઓપી 1 હજાર 1200 83.33% નો અંદાજ છે ,એનપીકેએસ 7800 11500 67.83% વપરાશ નો અંદાજ તેમજ એસએસપી 3100 4700 65.96% નો વપરાશ અંદાજ છે જે કુલ 91900 130400 70.48% જેટલું છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.