મહેસાણા પાલિકાના 773 કર્મચારીઓને દિવાળી પહેલાં રૂ. દોઢ કરોડ એડવાન્સ પગાર મળી જશે

મહેસાણા
મહેસાણા

ચાલુ વર્ષે દિવાળી 24 ઓક્ટોબરના રોજ હોઇ રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનરોનાં પગાર ભથ્થાં અને પેન્શનની ચૂકવણી મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે આ વખતે 17 થી 19 ઓક્ટોબર સુધીમાં પૂરી કરવા નાણાં વિભાગે સુચના આપી છે.

જેને પગલે મહેસાણા નગરપાલિકાના કર્મચારીઓના તા.17 અને 18 સુધીમાં પગાર કરવા કરી દેવા મુખ્ય અધિકારીએ એકાઉન્ટ વિભાગને સૂચના આપી છે. સામાન્ય રીતે ઓક્ટોબર માસનો પગાર નવેમ્બરના પ્રથમ ત્રણેક દિવસમાં થતો હોય છે, જે દિવાળીના પગલે આ વર્ષે એડવાન્સ થશે. મહેસાણા નગરપાલિકામાં કાયમી 246 કર્મીઓનો અંદાજે રૂ.એક કરોડ, 165 પેન્શનરોનો રૂ.35 લાખ, 11 માસના કરાર આધારિત 52 કર્મીઓનો રૂ. 5.5 લાખ તેમજ રોજમદાર 475 કર્મીઓનો રૂ.20 લાખ મળી કુલ રૂ.દોઢ કરોડનો પગાર ખર્ચ થાય છે. આ તમામ કર્મચારીઓનો તા. 17 અને 18 ઓકટોબરના રોજ પગાર ચૂકવી દેવાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.