પોલીસે બાતમીને આધારે ત્રણ ગુનામાં છેલ્લાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
ઊંઝા પોલીસ સ્ટેશનના ત્રણ જેટલાં પ્રોહીબેશનના ગુનામાં છેલ્લાં દોઢ વર્ષથી નાસતા ફરતાં આરોપીને ઊંઝા પોલીસે તાલુકાનાં વિશોળ ગામેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝા સર્વેલન્સ સ્કોર્ડના માણસો ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, વિશોળ ગામે પ્રોહિબેશનના ત્રણ ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપી ઠાકોર ગોવિંદજી ઉર્ફે હરપૂડો જયંતિજી હાજર છે. જેથી પોલીસે બાતમીને આધારે તપાસ કરતા આ ઈસમ હજાર જણાઇ આવતા કોર્ડન કરી પકડી પાડ્યો છે. તેમજ ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Tags Based crimes information