મહેસાણા જિલ્લામાં બઢતી પામેલા 33 PSIની બેઝ સેરેમની યોજાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં પોલીસ સબ ઇન્સપેક્ટર ની ખાતાકીય બઢતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને નિયત લાયકાય ધરાવતા રાજ્યના 518 જેટલા આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને તાજેતરમાં PSI તરીકે બઢતી નો આદેશ કરાયો હતો.જેમાં મહેસાણા જિલ્લાના 33 જેટલા ASI ને પણ PSI તરીકે બઢતી આપાઈ છે.જે મુજબ બઢતી મેળવનારા મહેસાણા જિલ્લાના 33 PSI ની બેઝ સેરેમની યોજાઈ હતી.જેમાં જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી,ડી વાય એસ પી સહિતે બઢતી પામેલા 33 PSI ને બેઝ અપર્ણ કરી તેમને આવકારી શુભેચ્છા પાઠવી હતી.

મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી એ જિલ્લાના 41 પોલીસ કર્મચારીઓની બદલીઓ નો આદેશ કર્યો હતો.જેમાં 19 પોલીસ કોન્સ્ટેબલ,12 ASI,9 હેડ કોન્સ્ટેબલ અને એક મહિલા લોક રક્ષક નો સમાવેશ થાય છે.41 કર્મચારીઓ પૈકી 10ની બદલી વહીવટી કારણોસર કરવામાં આવી છે.તો બાકીના 31 કર્મચારીઓની બદલી તેમની માગણી ને લઈને કરવામાં આવી છે.જિલ્લાના પોલીસ કર્મચારીઓ કે જેમણે અનુકૂળ જગ્યાએ બદલીની માગણી કરી હતી તેવા 31 કર્મચારીઓને દિવાળી બાદ તરતજ પસંદગીની જગ્યાઓ પર બદલી અપાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.