કડીમાં પ્રેમ લગ્નને લઈ કરાયો હુમલો

મહેસાણા
મહેસાણા

કડી શહેરના બહુચર માતાજીના મંદિર પાસે આવેલ મલારપુરામાં પ્રેમ લગ્નને લઈ હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. યુવક પોતાની જ મહોલ્લાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યાં યુવતીના પરિવારજનોને નામંજૂર હોઈ યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારજનો ઉપર હીચકારો હુમલો કરી નાખ્યો હતો. જ્યાં યુવકના પિતાના હાથ-પગ ભાગી નાંખ્યા હતા. તેમજ યુવકની માતા અને બહેનને પણ ફેક્ચર થયું હતું. ઘટનાને લઇ કડી પોલીસે 6 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.કડી શહેરના બહુચર માતાજીના મંદિર પાસે આવેલ મહલારપુરાના રાવળવાસમાં રહેતા અમૃત રાવળ કે જેઓ નાસ્તાનો ધંધો-વ્યવસાય કરે છે. અમરતભાઈના દીકરા હિતેને તેમના જ મહોલ્લામાં રહેતા પૂનમ પટણીની દીકરી સાથે 15 દિવસ પહેલા પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારજનોને મન દુઃખ હોઈ યુવકના પરિવારજનો ઉપર હીચકારો હુમલો કરી નાખ્યો હતો. અમરત રાવળ પોતાના ધંધા-વ્યવસાય પરથી પોતાના ઘરે આવ્યા હતા અને હાથ-પગ ધોઈ રહ્યા હતા. જે દરમિયાન યુવતીના પરિવારજનો હાથમાં ધોકા તેમજ હથિયારો લઈને આવી પહોંચ્યા હતા. જ્યાં યુવકના પિતા ઉપર હીચકારો હુમલો કરી નાખ્યો હતો.


કડીના મલારપુરામાં આવેલા રાવળવાસમાં રહેતા અમૃતભાઈ પોતાના ઘરે આવ્યા હતા. જે દરમિયાન પુનમભાઈ, રાહુલ, ઋત્વિક, વિશાલ, અશ્વિનભાઈ, મંગાભાઈ સહિતના યુવતીના પરિવારજનો હાથમાં ધોકા લઈને આવી પહોંચ્યા હતા અને અમરતભાઈને કહેવા લાગ્યા હતા કે ‘અમારી દીકરીને પાછી આપી દો નહીંતર મજા નહીં આવે’ જેવું કહેતા અમૃતભાઈના પરિવારજનોએ કહ્યું કે, ‘બંને જણા ક્યાં છે તે અમને કંઈ જ ખબર નથી’. જેવું કહેતાની સાથે જ આવેલા હુમલાખોરોએ યુવકના પરિવારજનો ઉપર હીચકારો હુમલો કરી નાખ્યો હતો. જ્યાં બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને જતા જતા કહેતા ગયા હતા કે ‘અમારી દીકરીને હાલને હાલ આપી દેજો નહિંતર બધાને જાનથી મારી નાખીશું’ જેવી ધમકીઓ આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. યુવકના માતા-પિતા અને બહેનને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યુવકના પિતાને હાથે તેમજ બંને પગે ફેક્ચર અને ટાંકા આવ્યા હતા. જ્યાં તેની માતાને હાથે ફેક્ચર થયું હતું અને તેની બહેનને કાને ફેક્ચર થયું હતું.યુવકના પિતાને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ કડી પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.