કડીમાં ચાની કીટલી પર ચા લેવા ગયેલા યુવક ઉપર હુમલો

મહેસાણા
મહેસાણા

કડી શહેરના કલોલ દરવાજા પાસે આવેલ ચાની કેટલી ઉપર સિવિલ કોર્ટની સામે રહેતો યુવક ચા લેવા માટે ગયો હતો. જ્યાં કડીના કસ્બા વિસ્તારમાં રહેતા યુવકે અપશબ્દો બોલીને યુવક ઉપર હિચકારો હુમલો કરી દેતા લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા. રોડ વચ્ચે હુમલો થતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો જેમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા કડીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.કડી શહેરના કલોલ દરવાજા પાસે આવેલા નવી સિવિલ કોર્ટની સામે રહેતો સુનીલ દંતાણી કે પોતે કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. શુક્રવારે મોડી સાંજે સુનિલ તેમજ તેનો સાળો રાહુલ બંને જણા સિવિલ કોર્ટની સામે આવેલ ચાની કેટલી ઉપર ઉભા હતા. જે દરમિયાન કડી કસ્બા વિસ્તારમાં રહેતો મુજલો ત્યાંથી નીકળ્યો હતો અને અગમ્ય કારણોસર સુનિલના સાળા સાથે અપશબ્દો બોલવા લાગ્યો હતો. ઝઘડો થતાં સુનીલ વચ્ચે પડીને બંને જણાને સમજાવી છુટા પાડ્યા અને સુનીલ તેમજ તેનો સાળો પોતાના ઘરે જતા રહ્યા હતા.


થોડાક સમય બાદ સુનિલ ચા લેવા માટે કલોલ દરવાજા સામે ચાની કીટલી ઉપર સુનિલ ચા લેવા માટે આવ્યો હતો. જ્યાં ત્યાં મુજલો હાજર હતો સુનિલને જોઈને મુજલો ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે અપશબ્દો બોલવા લાગ્યો હતો. કહેતો હતો કે, તું હમણાં પેલાનું ઉપરાણું કેમ લેતો હતો. જેવી વાતમાં માથાકૂટ કરીને તેના હાથમાં રહેલા ધોકા વડે આડેધડ સુનિલ ઉપર રોડ વચ્ચે હુમલો કરી દેતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. જે બાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સુનિલના પરિવારજનો ત્યાં પહોંચી જતા સુનિલને માથાના ભાગે લોહી નીકળતું હતું. જે બાદ તેઓને કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને માથાના ભાગે પાંચ ટાંકા આવતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટનાને લઇ કડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.