વિસનગરના વોર્ડ નંબર 7ના કાર્યાલય ખાતે આયુષ્માન કાર્ડ કઢાવવા લાંબી લાઇનો લાગી

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં વોર્ડ નંબર 7ના કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતગર્ત વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આયોજન કરાયું છે. જેને લઇ વિસનગરમાં શહેર અને તાલુકા પણ વિકસિત બને તે હેતુથી આયુષ્માન કાર્ડ તેમજ PMJAY કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં શહેરના વોર્ડ નંબર 7ના કાર્યાલય ખાતે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્ડ કઢાવવા માટે લાઇન લાગી હતી.


ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે. જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત તમામ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ PMJAY કાર્ડનો લાભ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિસનગર શહેર અને તાલુકામાં પણ લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે વોર્ડ નંબર 7 ખાતે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે લાઇન લાગી હતી. વિસનગર તાલુકાના ગામોમાં પણ આયુષ્માન તેમજ PMJAY કાર્ડની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. ત્યારે શહેરી વિસ્તારમાં પણ 100 ટકા કામગીરી પૂર્ણ થાય તે માટે તમામને આયુષ્માન કાર્ડ તેમજ PMJAY કાર્ડ કઢાવવા માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં હાલ કાર્ડ કાઢવાની કામગીરી નિઃશુલ્ક કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.