કડીના સેદરાણા ગામે માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ઘઉંના ઉભા પાકમાં પાણી ફરી વળ્યા
કડી તાલુકાના નરસિંહપુરા ગામની સીમમાંથી પસાર થતી સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાંથી પસાર થતી માઇનોર કેનાલ આવરફ્લો થતાં સેદરાણા ગામના 15થી વધુ વિઘાના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ખેતરમાં ઘઉં તેમજ પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કરેલું હતું. પરંતુ કેનાલ ઓવરફ્લો થતાં સમગ્ર ખેતરો બેટમાં ફેરવાઈ જતાં ધરતી પુત્રોને આર્થિક ફટકો લાગ્યો છે.
કડી તાલુકા તેમજ શહેરની અંદર 26 કિલોમીટરથી વધુ મુખ્ય નર્મદા કેનાલ પસાર થઈ રહી છે અને કડીમાંથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છ તરફ મુખ્ય નર્મદા કેનાલ જઈ રહી છે. ત્યારે કડી તાલુકાની અંદર અનેક વાર કેનાલો ઓવરફ્લો થવાની ઘટનાઓ અનેકવાર બનતા ખેડૂતોને રોવાનો વારો આવતો હોય છે. પરંતુ તંત્ર દ્વારા કંઈ જ નક્કર કામગીરી ન કરાતા ખેડૂતોને તેમજ ધરતી પુત્રોને ઊભા પાકથી હાથ ધોવાનો લારો આવતો હોય છે અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો પણ વારો આવે છે.
કડી તાલુકાના નરસીપુરા ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી પસાર થતી માઇનોર કેનાલ સેદરાણા ગામ તરફ જતી કેનાલ ઓવરફ્લો થતા ગામની અંદર રહેતા વાઘેલા ચંદ્રકાંતભાઈ ગીરીશભાઈ કે પોતે ગામની અંદર રહે છે અને ખેતીવાડીનો વ્યવસાય કરે છે. જેમનાં 6 વીઘા ખેતરની અંદર ઘઉંનું વાવેતર કરેલું હતું, પરંતુ કેનાલ ઓવરફ્લો થતા ખેતરની અંદર પાણી ફરી વળ્યું હતું અને સમગ્ર ખેતર પાણીના બેટમાં ફરી વળ્યું હતું. તેમ જ ગામના અન્ય ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા પશુઓ માટેના ઘાસચારાને નુકસાન થયું હતું. તેમજ 100 મણ ડાંગરના કરતા ખેતરની અંદર મુકેલા હતા, તેમાં પણ પાણી ફરી વળતા ડાંગરને પણ નુકસાન થયું હતું.