કડીના નંદાસણ ખાતે રીક્ષાચાલક ઘોર નિંદ્રામાં હતો ને ઘરની બહાર પાર્ક કરેલી રીક્ષા તસ્કરો ઉઠાવી ગયા

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં રીક્ષા ચાલક ઘરની અંદર સુઈ રહ્યો હતો અને તસ્કરો બહાર પાર્ક કરેલી રીક્ષા ચોરી ગયા હતા. રીક્ષા ચાલક મોડી રાત સુધી ઘરમાં જાગી રહ્યો હતો, પરંતુ વહેલી પરોઢે સોસાયટીમાં તસ્કરો આવી ચડ્યા હતા અને રીક્ષા ઉઠાવીને રફુચક્કર થઈ ગયા હતા. રીક્ષા ચાલકે જાગીને જોયું તો રીક્ષા ન દેખાતા સોસાયટીમાં લગાવેલા CCTVમાં જોતા બે તસ્કરો રીક્ષાને સોસાયટીની બહાર લઈ જતા નજરે ચડ્યા હતા. સમગ્ર ઘટના બાબતે નંદાસણ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજો મેળવી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ કડી પંથકમાં તસ્કરીની ઘટનાઓ સામે આવી રહી છે. કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં આવેલ અલ-સીફા સોસાયટીમાં રહેતા અને ભાડેથી રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા સાદીક સૈયદે થોડાક મહિનાઓ અગાઉ કુરેશી ઇમરાન પાસેથી ભાડે રીક્ષા ચલાવવા માટે લીધેલી હતી. કુરેશી ઈમરાને ચાર મહિના પહેલાં જ નવી રીક્ષા ખરીદેલી હતી. ઇમરાને સાદીકને રીક્ષા ચલાવવા માટે આપી હતી. સાદીક રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવી રહ્યો હતો. સાદિકે પોતાના ઘરની બહાર રીક્ષા પાર્ક કરી હતી.


કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં આવેલ અલ શીફા સોસાયટીમાં રહેતો સાદિક મોડી રાત સુધી જાગતો હતો. જે બાદ વહેલી પરોઢે તે સૂઈ ગયો હતો અને સવારે ધંધાર્થે જવાનું હોય તે બહાર આવતા તેને રીક્ષા દેખાઈ ન હતી. જે બાદ રીક્ષા નંબર GJ.1 TH.3764ની તપાસ કરતા તેને રીક્ષા મળી ન આવી હતી. સાદીકે તુરંત જ રીક્ષા માલિક ઈમરાનને જાણ કરતા ઇમરાન ઘટના સ્થળે પહોંચ્યો હતો. રીક્ષાની શોધખોળ કરતા રીક્ષા મળી ન આવતા સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસતા વહેલી પરોઢે ઇસમો સોસાયટીમાં આવી ચડ્યા હતા અને રીક્ષાની ચોરી કરી રફુચક્કર થતા નજરે ચડતા ઇમરાને કડીના નંદાસણ પોલીસને જાણ કરી હતી. નંદાસણ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.