મહેસાણામાં આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો બે દિવસીય હડતાળ પર

મહેસાણા
મહેસાણા

મહેસાણાના બિલાડી બાગ ખાતે: જિલ્લાભરની આશાવર્કર અને આંગણવાડી કાર્યકરો પોતાની માગોને લઈ બે દિવસ માટે હડતાળમાં જોડાઈ છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ બિલાડી બાગમાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પોતાની માગો અંગે કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આગામી દિવસોમાં માગો નહિ સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર તેમજ હડતાળ યથાવત રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

આ હડતાળમાં બધા જોડાયા છે: જેમાં આગણવાડી, મધ્યાહન ભોજન, આશા, ફેસેલેટર, આશા વર્કરને 2018 પછી પાંચ વર્ષ થયાં પછી કોઈ પણ વધારો ચુકવવામાં આવ્યો નથી. ગુજરાત સરકાર દ્વારા જે વધારો ચૂકવવામાં આવ્યો હતો જે એ પણ રેગ્યુલર મળતો નથી. ફેસિલિટર અને આશા બહેનોને વર્ષમાં બે જોડી ડ્રેસ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પણ ડ્રેશ હજુ ચૂકવાયા નથી. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. સામે અમારી સાથે જોડાયેલ બહેનો ગરીબ અને મધ્યમ વર્ગની છે. કેટલીય બહેનોના ઘરો આના પર ચાલે છે. જો સરકાર મોંઘવારી જોઈ પગાર વધારો નહિ કરે તો બહેનો કેવી રીતે પોતાનું અને પરિવારનું જીવન ચલાવશે.

આગણવાડી કાર્યકરોમાં પણ બાળકોના કૂપોષણની જવાબદારી તેમના પર હોય છે પણ જે મસાલા બીજને બધું ચુકવવામાં આવે છે. તે આગણ વાડી વર્કરને નિયમિત ચુકવવામા આવતું નથી. જેના કારણે બાળકોના કૂપોષણ માટે જે કામો કરવાના છે તે કરી શકતા નથી. જેના કારણે 16 અને 17 તારીખ આમ બે દિવસ સુધી હડતાળમાં જોડાયા છીએ.જો અમારી માગો પૂર્ણ નહિ થાય તો આગામી દિવસોમાં લડત વધુ મજબૂત કરશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.