કડીમાં લાંબા સમયથી સેવા બજાવતી આશા વર્કર બહેનોએ ફિક્સ પગારની માંગણીઓ માટે રજૂઆત કરી

મહેસાણા
મહેસાણા

કડીના કરણનગર રોડ ઉપર આવેલા સેવાસદન મામલતદાર કચેરી ખાતે ગુરુવારે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. પગાર વધારા સહિતની રજૂઆત કરવામાં આવી હતી.રાજ્યના ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનો દ્વારા 25થી પણ વધુ માંગણીઓ સાથે વડાપ્રધાન, મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને ઉદેશીને ગુરુવારે સેવા સદન ખાતે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. મન કી બાત કાર્યક્રમમાં આશા વર્કરોને રૂપિયા 1000નો તથા ત્યાર બાદ ફેસીલેટરોને રૂ. 2,000નો વધારો જાહેર કર્યો હતો, પરંતુ ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. લાંબા સમયથી સેવા બજાવતી બહેનોને ફિક્સ પગારદાર બનાવી કાયમી કરવા, આશા વર્કર તથા ફેસીલેટરની સેવાઓનો સમય નક્કી કરવામાં આવે જેવી અનેક માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી.


આશા વર્કરોને સરકાર દ્વારા CUG કાર્ડ આપવામાં આવેલું છે. હવે ઓનલાઇન કામ કરવાનું તંત્ર દ્વારા કહેતા હવે ઓનલાઇન કામ કરવા માટે મોબાઈલ આપવા જેવી અનેક માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યાં આશા વર્કર સેજલ પટેલે કહ્યું હતું કે, સરકારને વારંવાર માગણીઓ કરવા છતાં હજુ સુધી કોઈ જ માંગણીઓ પુરી કરવામાં આવી નથી તેમજ સંતોષાઈ નથી, અમને કાયમી કરવામાં આવેલા નથી, પગાર વધારો કરવામાં આવ્યો હોવા છતાં પગાર વધારો અમને સમયસર મળતો નથી, ઓનલાઇન જે કામ આપે છે તેમાં મોબાઈલ કે નેટની સુવિધાઓ હોતી નથી, યુનિફોર્મ આપવાના કહ્યાં હતા, પરંતુ હજુ સુધી અમને મળ્યા નથી. જેવી માંગણીઓ સાથે અમે અહીંયા ભેગા થયેલા છીએ. 20થી 25 અમારી માંગણીઓ છે, અમારી માગણીઓ પૂરી નહીં થાય તો અમે હડતાલ ઉપર ઉતરવાના છીએ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.