સિધ્ધપુર મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ અપડેટ, રેશનકાર્ડ કેવાયસી માટે આવેલ અરજદારો ધક્કે ચડ્યા
તંત્રની અણ આવડતને કારણે લાભાર્થીઓ અટવાયા: સિધ્ધપુર મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ અપડેટ, રેશનકાર્ડ કેવાયસી કરવાના બાકી બાળકોના વાલીઓ માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાળકોના રેશનકાર્ડ કેવાયસી કરવાના બાકી હોય અને આધારકાર્ડ અપડેટ કરવાના બાકી હોય તેવા અરજદારો સવારથી મોટી સંખ્યામાં ઉમટયા હતા. સાથે સાથે જણાવેલ જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે, બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધારકાર્ડ, રેશનકાર્ડ, મોબાઈલ અને બાળકને સાથે આવી પહોંચ્યા હતા. પરંતુ કચેરીની અન આવડને કારણે અરજદારો ધક્કે ચડ્યા હતા.
લાભાર્થીઓ સવારે ૮ કલાકથી નાના બાળકોને લઈને લાઈનમાં ઉભા રહી અડફેટે ચડ્યા હતા. બારીમાં પોતાના ડોકયુમેન્ટ આપવા માટે ધક્કામુક્કી સર્જાઈ હતી. રવિવારે મામલતદાર કચેરી ચાલુ રાખેલ છે તો આધારકાર્ડ અપડેટ , રેશનકાર્ડ કેવાયસી કરવાના બાકી બાળકોના વાલીઓ મામલતદાર કચેરીએ જઇ આ પ્રક્રિયા પૂર્ણ કરાવી આ જાહેરાતને પગલે અરજદારો પોતાના ઘરના કામ મુકી દુર દુરથી સવારે વહેલા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. પરતું તંત્રની અણ આવડતને કારણે લાભાર્થીઓ અટવાયા હતા.