કડીના સહારા ગેસ્ટ હાઉસથી સિંધીવાળા વિસ્તારમાં રોગચાળાની દહેશતથી સ્થાનિકોમાં રોષ

મહેસાણા
મહેસાણા

કડી શહેરમાં વારંવાર ગટરો ઉભરાવાની સમસ્યાને લઈ પીવાનું પાણી ગંદુ તેમજ દુર્ગંધગ્રસ્ત આવવાની અનેક સમસ્યાઓ જોવા મળી છે. જ્યારે ફરી એકવાર કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા સહારા ગેસ્ટ હાઉસ, સિંધીવાળા જેવા કસ્બા વિસ્તારના અનેક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી ગંદુ અને દુર્ગંધ મારતું આવવાની સમસ્યાને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે. જ્યારે સ્થાનિક તંત્ર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે


કડી શહેરના કસ્બા વિસ્તારમાં હવે પાણીનો રંગ બદલાઈ ગયો છે. જેમાં પીવાનું પાણી કાળા રંગનું તેમજ દુર્ગંધ મારતું હોવાની ફરિયાદો સામે આવી છે. એટલું જ નહીં છેલ્લા એક અઠવાડિયાથી આ રીતે ગંદુ અને દુર્ગંધ મારતું પાણી હોવાની ફરિયાદ સામે આવી છે. કડી શહેરના કસ્બા વિસ્તાર અને સિંધીવાળા સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ગંદા પીવાના પાણીની ફરિયાદ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી છે. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી ગંદુ પીવાનું પાણી આવા છતાં હજુ સુધી કોઈ જ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.કડી શહેરના કસ્બા વિસ્તારમાં અનેક ઠેકાણે છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી ગંદુ આવતા અહીં રહેતા સ્થાનિકોમાં દહેશત જોવા મળી રહી છે. તેમજ રોગચાળાની ભિતી પણ સેવાઈ રહી છે. સિંધીવાળામાં રહેતા સૈયદ મુનાવર ભાઈએ જણાવ્યું હતું કે, અમે ઘણા વર્ષોથી અહીંયા રહીએ છીએ. તેમજ પીવાનું પાણી ચાર-પાંચ દિવસથી ગંદુ પાણી આવે છે. તંત્રને અનેક વખત રજૂઆત કરી પરંતુ કંઈ સાંભળતા નથી, પાણી સારું આવે તેવી અમારી માંગણી છે. છેલ્લા ચાર પાંચ દિવસથી અહીં આગળ ગંદુ પાણી આવે છે. અગાઉ અમે રજૂઆત કરેલી છે, પરંતુ આ લોકો કંઈ જ સાંભળતા નથી. સહારા ગેસ્ટ હાઉસથી લઈ સિંધીવાળા તરફ જતા રોડ ઉપર રહેતા અનેક વિસ્તારોમાં આવું પાણી આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.