વિસનગર નગરપાલિકામાં નવીન પ્રમુખના અધ્યક્ષસ્થાને સાધારણ સભા મળી

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આજે નગરપાલિકા હોલ ખાતે પાલિકાની સાધારણ સભા નવીન પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ સાધારણ સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં તમામ કમિટીઓમાં ચેરમેન તેમજ સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી. સાધારણ સભામાં ભાજપના જ સભ્ય દ્વારા વિરોધ પ્રદર્શિત કરતા સભા આટોપી દેવામાં આવી હતી.

વિસનગરમાં નગરપાલિકાની અઢી વર્ષની મુદ્દત માટે નવીન પ્રમુખ, ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા તેમજ કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી. પાલિકામાં શહેરના વિકાસના કામોને આગળ વધારવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. તમામ સમિતિઓમાં ચેરમેન સહિત સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. વિસનગર શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલે તમામ કમિટીઓના ચેરમેનની જાહેરાત કરી હતી. સમિતિઓમાં ચેરમેન અને સભ્યોની નિમણુક થતા તમામ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.