મહેસાણાના નાગલપુર વિસ્તારમાં હોન્ડા શોરૂમની દીવાલ ધસી પડતાં વૃદ્ધાનું મોત

મહેસાણા
મહેસાણા

મહેસાણા હાઇવે પર કારના શોરૂમ લેન્ડમાર્ક હોન્ડાની પાછળના ભાગે પુનિતનગરના જાહેર માર્ગ પર આવેલી દીવાલ ધડાકાભેર ધસી પડી હતી. બરાબર તે જ સમયે પુનિતનગરમાં રહેતાં 65 વર્ષીય સરબાબેન ચંદુજી ચૌહાણ ઘરની નજીકના રોડ પર આંટા મારી રહ્યા હતા ત્યારે નીચે દબાઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું.

એક મહિલા અને પુરુષ રોડ પરથી દોડી જતાં આબાદ બચાવ થયો હતો. છેલ્લા ઘણા સમયથી નમી ગયેલી દીવાલ અંગે વારંવાર શોરૂમના સંચાલકોને કહેવા છતાં રીપેર કરવાના બદલે કેટલાક સમય પહેલાં તેના ઉપર પતરાં મારીને શેડ કરાયો હતો. નમી ગયેલી દીવાલ ઉપર અધૂરામાં પૂરું વજન થતાં તે દીવાલ પડી ગઈ હતી. શોરૂમના સંચાલકોની નિષ્ક્રિયતાના પરિણામે વૃદ્ધાએ જીવ ગુમાવતાં સ્થાનિક રહીશોમાં રોષ પ્રસર્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.