મહેસાણા જિલ્લા જેલમાં કેદીઓ માટે ઈન્ટીગ્રેટેડ વેલનેશ કેમ્પ યોજાયો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનની ઉપસ્થિતિમાં જિલ્લા જેલ ખાતે કેદીઓના આરોગ્યની તપાસણી અને રસીકરણ સંદર્ભે આયોજીત ઇન્ટીગ્રેટેડ વેલનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી જિલ્લામાં એઇડસ અટકાવ અને નિયંત્રણ યુનિટ મહેસાણા દ્વારા જેલના કેદીઓનું સ્ક્રીનીંગ,તપાસ અને રસીકરણની ધનિષ્ટ કામગીરી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત મહિલા સંરક્ષણ ગૃહો,બાળ સંરક્ષણ ગૃહોમાં પણ આરોગ્ય તપાસણીની કામગીરી કરાશે.જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે,રોગને આવતો અટકાવી શકાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સરાહનીય પ્રયાસો થઇ રહ્યા છે.સમાજની દુર રહેલા પરંતુ સમાજ સાથે જોડાયેલા કેદીઓ માટે સરકાર દ્વારા આ નવતર પ્રયાસ કરાયો છે.છેવાડાના માનવીને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે સરકારનો ધ્યેય છે.આજે આરોગ્ય અધિકારીઓ અને નાર્કોના અધિકારીઓના સુંયુક્ત પ્રયાસથી આયોજીત વેલનેસ કેમ્પ ખરા અર્થમાં સાર્થકથયો છે.જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે જિલ્લા જેલ ખાતે કેદીઓના આરોગ્યની તપાસણીની પ્રાથમિકતા આપી છે. આરોગ્ય વિભાગ અને નેશનલ એઇડસ કંટ્રોલ અને જિલ્લા જેલના સંયુક્ત પ્રયાસથી આ પ્રકારની થઇ રહેલ કામગીરી અભિનંદનને પાત્ર છે.


એચઆઇવી અને એઇડ્સ કાર્યક્રમના આરોગ્ય કર્મચારીઓ,જનરલ હોસ્પિટલ મહેસાણાના આરોગ્ય કર્મચારીઓ તથા રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમના આરોગ્ય કર્મચારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થયા હતા.આ કાર્યક્રમમાં HIV, ટી.બી. ,હિપેટાઇટીસ બી અને સી તથા સિફીલીસ ફેલાવવાના કારણો, તેનાથી બચવાના ઉપાયો,નિદાન,રસીકરણ અને સારવારનું મહત્વ તેમજ કાળજી ન રાખવાથી શું જોખમ ઉભા થઈ શકે છે તેની જાણકારી/કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તમામ 125 બંદીવાનો હાજર રહ્યા હતા જે પૈકી 26 બંદીવાનોનું એચ.આઇ.વી., હિપેટાઇટીસ બી અને સી તથા સિફીલીસ સ્ક્રીનિંગ કરાયું હતું અને 42 બંદીવાનોનું ટી.બી. સ્ક્રીનિંગ તેમજ 42 બંદીવાનોનું હિપેટાઇટીસ બીનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, પ્રશાંત પાત્રા NACOના ટેક્નિકલ એક્સપર્ટ, કમલેશ મેસવાણીયા સંયુક્ત નિયામક GSACS.આર.એમ.ઓ ડો પી.પી પટવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.