મહેસાણા શહેરમાં વાહન ચોરીની ઘટના પ્રકાશમાં આવી ઘર પાસે પાર્ક કરેલી ઈકો કારની ચોરી

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં વાહન ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.ગાડીના માલિકે પોતાની ગાડી મૈત્રી હોસ્પિટલ પાસે રહેતા કાકાના ઘરે પાર્ક કરી હતી.જ્યાં ચાલકને બહાર જવાનું હોવાથી તે ગાડી લેવા માટે પોતાની કાકીને ફોન કરતા ગાડી ત્યાં નથી પડી તેવી જાણ ગાડી ચાલક ને થતા તેઓએ આસપાસના વિસ્તારોમાં તપાસ આદરી હતી.જોકે ગાડી ક્યાંય ન મળતા આખરે મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મૂળ દવાડાંગામ અને હાલ મહેસાણાના ઉચરપી રોડ પર આવેલ ગુડલક એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય ઠાકોર મેહુલ કુમાર બાબુજી ઠાકોરે મહેસાણા એ ડિવિઝનમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે.તેઓ પોતાના ઘર વપરાશ માટે GJ02DM0681 નંબરની ઇકો ધરાવે છે.જે ઇક્કો ગાડી ફરિયાદીએ મૈત્રી હોસ્પિટલ પાસે આવેલ અંકુર હોસ્પિટલ પાસે રહેતા પોતાના કાકા ઠાકોર હરચંદ ભાઈના ઘર પાસે 2 ફેબ્રુઆરી 2024ના રોજ પાર્ક કરી હતી.

જોકે ફરિયાદીને બહાર જવાનું હોવાથી 14 ફેબ્રુઆરી એ તેઓએ પોતાની કાકી ને ફોન કર્યો હતો કે”હું ગાડી લેવા આવું છે” ત્યારે કાકી એ કહ્યું કે ગાડી જ્યાં પાર્ક કરી હતી ત્યાં જોવા મળતી નથી.આ સાંભળી ફરિયાદી પોતાના કાકા ના ઘરે દોડી ગયા હતા.જ્યાં પોતાની ઇકો ગાડી જોવા મળી નહોતી.સમગ્ર મામલે ફરિયાદીએ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા ગાડી ક્યાંય ન મળતા આખરે ફરિયાદીએ મહેસાણા એ ડિવિઝનમાં 3 લાખ કિંમતની ગાડી ચોરી મામલે ફરિયાદ નોંધાવી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.