મહેસાણા વીજકંપનીની દીવાલે કચરા નિકાલથી રસ્તામાં ગંદકી

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં યુજીવીસીએલ હેડ ક્વાર્ટરની દીવાલ આગળ મુખ્ય રસ્તા સાઇડ ડમ્પિંગ પોઇન્ટની જેમ આખો દિવસ કચરાનો નિકાલ કરાતો હોઇ ગંદકી સર્જાઇ છે. અહીંથી નગરપાલિકાનું વાહન દિવસમાં એક વખત કચરો ઉપાડી લે છે. પરંતુ દિવસ દરમિયાન અહીં સ્થાનિકો દ્વારા કચરો નાખવાનું ચાલું રહેતાં કચરો રસ્તા સુધી ફેલાઇ રહ્યો છે. જેના કારણે થતી ગંદકીથી અસહ્ય દુર્ગંધ ફેલાતી હોય છે. નજીકમાં એસટી પીકઅપ સ્ટેન્ડ પણ છે, ત્યાં દીવાલ સાઇડ મુખ્ય રસ્તો હોઇ આવનજાવન કરતાં લોકો દુર્ગંધના કારણે ઝડપથી રસ્તો પસાર કરી જતા હોય છે.

યુજીવીસીએલ દીવાલ સાઇડ કચરાનો પોઇન્ટ બંધ કરી સફાઇ કરાવવા એક જાગૃત નાગરિકે પાલિકા પ્રમુખને રજૂઆત પણ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.