ખેરાલુના ડભાડ ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા 18 વર્ષીય બાઈકચાલકનું મોત

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં આવેલા ડભાડ ગામથી યુવક બાઈક પર સવાર થઈ ને પોતાના ખેતરમાં જતો હતો એ દરમિયાન અજાણી ગાડીના ચાલકે બાઈક ને ટકકર મારતા યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી.જ્યાં સારવાર દરમ્યાન ખસેડવામાં આવતા સમયે રસ્તા વચ્ચે જ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.

ખેરાલુ તાલુકામાં આવેલા ડભાડ ગામે હનુમાન નગરમાં રહેતો 18 વર્ષીય જીમિત કુમાર ગણેશ ભાઈ ચૌધરી GJ09DJ9748 બાઈક પર સવાર થઈ આજે સવારે ઘરેથી ખેતર જવા નીકળ્યો હતો.એ દરમિયાન ગામના તળાવ પાસે અજાણી સ્વીફ્ટ ગાડીના ચાલકે બાઈક ચાલક યુવકને ધડાકા ભેર ટકકર મારી હતી. ટકકર વાગતા યુવક રોડ પર પટકાતા તેણે માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.જોકે ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો એ દરમિયાન ચાણસોલ ગામ નજીક પહોંચતા જ યુવકનું મોત નીપજ્યું હતું.જોકે અકસ્માત સર્જનાર ગાડી ચાલક નો ગામના યુવકને બાઈક દ્વારા પીછો કર્યો હતો પરંતુ ગાડી ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો.હાલમાં ખેરાલુ પોલીસમાં ગાડી ચાલક સામે માધુભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.