વિસનગરની આદર્શ વિદ્યાલયમાં અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ

મહેસાણા
મહેસાણા

વિસનગરની અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયને 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાલી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયમાં 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં 75 વર્ષની ઉજવણી અંતર્ગત શનિવારે વાલી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા. જેમાં આ કાર્યકમમાં વિદ્યાર્થીઓના વાલીઓમાં બાળકને કેવી રીતે રાખવું, તેની સાથેનું વર્તન, તેનામાં ગુણોનો વિકાસ કરવો, અભ્યાસમાં શું ધ્યાન આપવું, બાળકોને ઘરમાં કેવી રીતે સમજણ આપવી, અભ્યાસ, રમત ગમત સહિતની રૂચિ રાખવી વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવાની સૂચનો આપવામાં આવ્યા હતા. કાર્યકમમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં દાનની પણ સરવાણી વહી હતી અને 15 લાખથી વધુ દાન એકઠું થયું હતું. આગામી 13 જાન્યુઆરીના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


આ કાર્યકમમાં મુખ્ય મહેમાન તરીકે નાનજીભાઈ જી. ચૌધરી ચાણસ્મા ખેતી બેંકના ચેરમેન, ડૉ. જી.એન.ચૌધરી પૂર્વ નાયબ નિયામક ગાંધીનગર, રેખાબેન ચૌધરી મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેન, કાનજીભાઈ કે. ચૌધરી પ્રમુખ, ડૉ. વિઠ્ઠલભાઈ વી. ચૌધરી મંત્રી, જેસંગભાઈ ડી. ચૌધરી, ડૉ. સુરેશભાઈ વી. ચૌધરી પ્રમુખ શિક્ષણ સમિતિ, વિરસંગભાઈ જી. ચૌધરી, દિનેશભાઈ ચૌધરી આચાર્ય આદર્શ વિદ્યાલય તેમજ સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.