ઊંઝા નગરપાલિકાની 36 બેઠકો પૈકી વોર્ડ નંબર 2ની ખાલી પડેલી બેઠક પર કોર્પોરેટરની ચૂંટણી યોજાશે.

મહેસાણા
મહેસાણા

ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જાહેરનામું પ્રસિધ્ધ થયું છે. આગામી તા. 6 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાશે. જેમાં ઊંઝા નગરપાલિકાની વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ભાવેશ પટેલને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. જેને લઈને ખાલી પડેલી બેઠક પર ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિદ્ધ થયું છે. જેમાં જાહેરનામું આગામી તા. 17 જુલાઈના રોજ પ્રસિદ્ધ થશે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2023 અને ચકાસણી તા. 24 જુલાઈ તેમજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 જુલાઈ છે. જેમાં મતદાન તા. 6 ઓગસ્ટ 2023ને રવિવારના રોજ થશે. જ્યારે મતગણતરી તા. 8 ઓગસ્ટ 2023ના રોજ થશે. ઊંઝા નગરપાલિકા વોર્ડ નંબર 2ની ચૂંટણીમાં આવનાર તારીખમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.