બે શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરના માયા બજારમાં વિસ્તારમાં આવેલા કપડાના શો રૂમ તેમજ કુવાસણા ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. જેમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વિસનગર શહેરમાં માયા બજાર વિસ્તારમાં આવેલા મુરલીધર કાપડના શો રૂમમાં ત્રીજા માળે ઇમરજન્સી માટે લગાવેલા પતરાના શેડના દરવાજાનું તાળું તોડી અજાણ્યા શખ્સોએ અંદર મુકેલા 15 હજાર રોકડ, ચાંદીની મૂર્તિ, સિક્કા મળી 25 હજાર મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બનાવ અંગે 28મી નવેમ્બર 2023ના રોજ પટેલ ભાવેશકુમાર બાબુભાઇએ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ કુવાસણા ગામે ખેડૂત પરિવાર સૂઈ રહ્યો હતો તે દરમિયાન દિવાલમાં ફીટ કરેલી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના સહિત 1.77 લાખ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બનાવ અંગે પટેલ બાબુભાઇ રણછોડભાઈએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દાહોદ એલસીબી પોલીસે બે શખ્સોએ ઝડપ્યા હતા. જેમાં ડામોર ભારતભાઈ નુરાભાઈ, ભાભોર મગનભાઈ નરસુભાઈની પૂછપરછ દરમિયાન વિસનગર કાપડના શો રૂમમાં અને કુવાસણા ગામે ચોરી કરેલું જણાવતા દાહોદ એલસીબી પોલીસે વિસનગર શહેર પોલીસને જાણ કરતા બન્ને આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી વિસનગર લાવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બંને ગુનામાં વિસનગર શહેર પોલીસે ધરપકડ કરી કોર્ટમાં વધુ પૂછપરછ અર્થે રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.