મોઢેરા પાસેથી પસાર થતી કેનાલમાં ચાર કલાકની શોધખોળના અંતે મૃતદેહ મળી આવ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના મોઢેરા ખાતે પસાર થતી કેનાલમાં અવારનવાર મૃતદેહો મળતા હોય છે.ત્યારે આ કેનાલ માંથી વધુ એક 20 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનો દોડી આવ્યા હતા.જ્યાં ફાયર ટીમોએ ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી.મહેસાણા તાલુકામાં આવેલા ગિલોસણ નૂગરના મુસલમાંન વાસ કસ્બા વિસ્તારમાં રહેતા યુનિસ મિયા ચૌહાણે મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી કે મોઢેરા કેનાલમાં 20 વર્ષીય આમીન મીયા નામનો વ્યક્તિ કેનાલમાં પડ્યો છે.ફાયર ટીમોને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટીમોના તરવૈયા કેનાલમાં ઉતરી સતત ચાર કલાક સુધી અલગ અલગ દિશામાં શોધખોળ આદરી આખરે ચાર કલાક ની ભારે જહેમત બાદ યુવકના મૃત દેહને કેનાલ માંથી શોધી પાડી બહાર કાઢ્યો હતો.

સમગ્ર કેસમાં મોઢેરા પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક ઘરેથી બાઈક લઈ કેનાલ આવ્યો હતો અને તેના ભાઈ ને “હું કેનાલ પર છું” એમ કરી કોલ કર્યો હતો પરિવાર ને કાઈ અજુકતું લાગતા તેઓ તાત્કાલિક મોઢેરા કેનાલ દોડી આવ્યા હતા જ્યાં યુવક નું બાઈક અને મોબાઈલ બહાર પડેલા જોવા મળ્યા હતા. જોકે યુવક આસપાસ ક્યાં જોવા ન મળતા તે કેનાલ મા પડ્યો હોવાનું જણાય આવતા ફાયર અને પોલીસને જાણ કરતા ટિમો દોડી આવી હતી બાદમાં લાશ ને બહાર કાઢવામાં આવી હતી.પરિવાર જનોએ મોત અંગેનું કોઈ કારણ આપ્યું નહોતું અને કોઈ કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.