પાટણ યુનિવર્સિટી ખાતે આયોજિત આંતર મહાવિદ્યાલયમાં 100 મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

મહેસાણા
મહેસાણા

ગુજરાતમાં હેરિટેજ કોલેજનો દરજ્જો પ્રાપ્ત કરનાર વિસનગરની એમ.એન. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કોલેજનું ગૌરવ વધાર્યું છે. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ ખાતે આયોજિત વર્ષ 2023-24ની આંતર મહાવિદ્યાલય ખેલકૂદ સ્પર્ધા અને યુનિવર્સિટી સિલેકશનમાં 100 મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવી ‘ ફાસ્ટેટ મેન ઓફ એચ.એન.જી.યુની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. જે આગામી 26થી 29 ડિસેમ્બર દરમિયાન ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે.


વિસનગરની એમ.એન. કોલેજમાં આર્ટસ વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઠાકોર કલ્પેશજી વરસંગજીએ એમ.એન.કોલેજનું ગૌરવ વધાર્યું છે. જેમાં ફાસ્ટેટ મેન ઓફ એચ.એન.જી.યુ વર્ષ 2023-24ની આંતર મહાવિદ્યાલય ખેલકૂદ સ્પર્ધા અને યુનિવર્સિટી સિલેકશન પાટણ ખાતે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આ સ્પર્ધામાં એમ.એન.કોલેજના વિદ્યાર્થી ઠાકોર કલ્પેશજી દલસંગજીએ 100 મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ફાસ્ટેટ મેન ઓફ એચ.એન.જી.યુ.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી.કલ્પેશજી ઠાકોરનું સિલેકશન આંતર યુનિવર્સિટી સ્પર્ધા માટે થતા આગામી 26થી 29મી ડિસેમ્બર દરમિયાન કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી યુનિવર્સિટી, ભુવનેશ્વર, ઓડિશા ખાતે રમવા જશે. જેમાં આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ઠાકોર કલ્પેશજીને કોલેજના આચાર્ય, જીમખાના કમિટીના તમામ સભ્યો, કોલેજ પરિવાર તેમજ કોચ રત્નેશ પ્રસાદ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.