કડીના જાદવપુરા ચોકડી પાસે બાઈક અને આઇસર વચ્ચે અકસ્માત

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના જાદવપુરા ચોકડી પાસે પોતાના ઘરે ઉમેદપુરા જઈ રહેલા બાઈક સવાર યુવકને આઇસર ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી યુવક રોડ ઉપર પછડાયો હતો. આઇસર ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો. યુવકને હાથે પગે ફેક્ચર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાને લઇ કડી પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.દેત્રોજ તાલુકાના ઉમેદપુરા ગામના વતની રાજુજી ઠાકોર પોતે બુલાસણ ખાતે આવેલી ગોપાલ ગ્લાસ કંપનીમાં નોકરી કરી રહ્યાં છે. જે દરમિયાન તેઓ રાબેતા મુજબ પોતાના ઘરેથી પોતાના બાઈક લઈને નોકરી જવા માટે નીકળ્યા હતા. નોકરી કરીને રાબેતા મુજબ કંપનીમાંથી નીકળીને બાઈક લઈને કડીના દેત્રોજ રોડ ઉપર આવેલી જાદવપુરા ચોકડી પાસે પહોંચતા પાછળથી આવી રહેલા આઇસર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. બાઈક સવાર રોડ ઉપર પછડાયો હતો.ઉમેદપુરાના રાજુજી ઠાકોર બુડાસણ ખાતેથી કંપનીએથી નોકરી કરીને પોતાનુ બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યાં હતા. જે દરમિયાન કડી તાલુકાના દેત્રોજ રોડ ઉપર આવેલી જાદવપુરા ચોકડી પાસે પહોંચતા વાદળી કલરના બંધ બોડીવાળા આઇસર ચાલકે તેને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.અકસ્માત સર્જાતા વાહન ચાલકો થોભાઇ ગયા હતા અને 108ને કોલ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. બાઈક સવારને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઇ કડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.