વિજાપુરમાં પોણા 4 ઇંચ વરસાદ ખાબક્યો મહેસાણા-જોટાણામાં 2, કડીમાં પોણા 2 ઇંચ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં ગુરૂવાર સાંજે 6 થી શુક્રવાર રાત્રે 8 વાગ્યા સુધીના 26 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અરબી સમુદ્રમાં રચાયેલું ડિપ્રેશન અને ટ્રફ લાઇનની અસરના કારણે વિજાપુર પંથકમાં સૌથી વધુ પોણા 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહેસાણા અને જોટાણામાં 2-2 ઇંચ, કડીમાં પોણા 2 ઇંચ, વિસનગર અને બહુચરાજીમાં સવા 1 ઇંચ, ખેરાલુમાં 15 મીમી, સતલાસણામાં 13 મીમી, ઊંઝામાં 7 મીમી, વડનગરમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો.

આ સાથે સતલાસણામાં 88.20% અને વિજાપુરમાં 84.04% સિઝનનો સૌથી વધુ અને સૌથી ઓછો 44.28% વરસાદ ઊંઝામાં થયો છે.જ્યારે શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ઉ.ગુ.ના 96% વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 4 કલાકમાં 4 ઇંચ વરસાદ રાધનપુરમાં ખાબક્યો હતો. ઇડરમાં અઢી ઇંચ, વિજયનગરમાં સવા 2 ઇંચ, પાલનપુરમાં 1 ઇંચ નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.