ઊંઝા તાલુકાના કામલી ગામનો યુવક એક મહિનાથી ગુમ : પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના કામલી ગામનો યુવક ઘરેથી મજૂરી કરવા જાવ છું એમ કહીને નીકળ્યો છે. હજુ ઘરે નહીં આવતા પરિવારજનોએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી કરી હતી.

ઊંઝા તાલુકાના કામલી ગામનો યુવક દેવીપૂજક જીગરભાઈ સદાભાઈ તારીખ 02/12/2023ના રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ મજૂરી કામ અર્થે નીકળ્યો હતો, પરંતુ એ દિવસે સાંજે ઘરે પરત આવ્યો નહીં. જેને લઈને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને સગા-સબંધી ત્યા તપાસ કરી હતી, પરંતુ દેવીપૂજક જીગરભાઈ કોઈપણ જગ્યાએ મળી આવ્યા ન હતા. ત્યારબાદ પરિવારજનોએ અલગ અલગ જગ્યાએ પણ તપાસ કરી હતી. ત્યા પણ મળી આવ્યા ન હતા. જેના કારણે પરિવારે ઊંઝા પોલીસ સ્ટેશનમાં જઈને દેવીપૂજક જીગરભાઈ ગુમ થયા છે. એની જાણવાજોગ અરજી દાખલ કરી હતી. જેમાં ઊંઝા પોલીસે અરજીના આધારે તપાસ હાથધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.