કડીના વાધરોડા ચોકડી પાસે બાઈક સવાર યુવાનને ઢોર માર માર્યો

મહેસાણા
મહેસાણા

કડીના વાઘરોડા ગામના વતની ગૌરાંગ ઠાકોર કે જેઓ રાત્રિ સમય દરમ્યાન વાધરોડા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. જ્યાં રૂધીકજી ઠાકોર સહિતના ઈસમોએ ગૌરાંગ ઠાકોરને ઉભો રાખીને કહ્યું કે “તું આપણી કંપનીના શેઠને અમારા વિરુધ્ધ ચડામણી કેમ કરે છે” તો ગૌરાંગ ઠાકોરે કહ્યું કે, હું આ વિષય બાબતે કંઈ જાણતો નથી, તેવું કહેતા ત્રણેય ઈસમોએ ઉશ્કેરાઈ જઈને ગૌરાંગ ઠાકોર ઉપર લાકડીઓ તેમજ ધોકા વડે હુમલો કરતા ગૌરાંગ ઠાકોરે બૂમાબૂમ કરી મૂકી હતી.

જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગૌરાંગ ઠાકોરને મારમાંથી બચાવ્યો હતો. ગૌરાંગ ઈજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે કલ્યાણપુરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગૌરાંગને વધુ ઈજાઓ પહોંચતા તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે ઘટનાની જાણ બાવલું પોલીસને થતા બાવલું પોલીસે ત્રણ ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.