વિસનગરના હસનપુર નજીક હાઇવે રોડ પર ક્રોસ કરી રહેલી મહિલાને ગાડીએ ટક્કર મારતા મોત

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના હસનપુર ગામ નજીક ખેતરથી ઘર તરફ જતી મહિલાને રોડ ક્રોસ કરતા પૂરઝડપે આવી રહેલી કિયા ગાડીના ચાલકે ટકકર મારતાં મહિલા ઘટનાસ્થળે બેભાન થઈ ગઈ હતી. મહિલાને સારવાર અર્થે વિસનગર સિવિલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કરી હતી. મહિલાનું મોત થતા ગાડીચાલક વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.વિસનગરતાલુકાના હસનપુર ગામમાં રહેતા ઠાકોર કૈલાસબેન ઉર્ફે કલીબેન અરવિંદજી નામના 36 વર્ષીય મહિલા ગતરોજ ઘરેથી ખેતરમાં જવા નીકળ્યા હતા. જેઓ વિસનગર ખેરાલુ હાઇવે રોડ પર ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ ક્રોસ કરવા જતાં ખેરાલું તરફથી આવતી ગાડીના ચાલકે ટક્કર મારતાં કૈલાસબેન નીચે પટકાયા હતા. જેમાં ટક્કર મારનાર ગાડીનો ચાલક કૈલાશબેનને ગાડીમાં બેસાડી સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે કૈલાશબેનને મૃત જાહેર કરતા આ બનાવ અંગે હેતલબેન દીપસંગજી ઠાકોરે વિસનગર પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનુ પી.એમ કરાવી આ બનાવ અંગે ગાડીચાલક રાવત કિરણકુમાર વિષ્ણુભાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.