કડીના ચંદનપુરા ચોકડી પાસે સળિયા ભરેલા ટ્રકે બાઈકને અડફેટ લેતા બાઈકને નુકસાન

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના થોળ ગામ નજીક આવેલી ચંદનપુરા ચોકડી પાસે ફૂલઝડપે સળિયા ભરીને આવી રહેલા ટ્રક ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા વાહન, દુકાનો અને સ્મશાનની દીવાલને અડફેટે લીધું હતું. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત સર્જાતા અફરા-તફરી મચી જવા પામી હતી. ઘટનાને લઇ બાવલુ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.કડીના થોળ ગામે રહેતા પોતે ખેતીવાડીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન પોતાના ઘરેથી નીકળીને ચંદનપુરા ચોકડી પાસે આવેલા તેમના સાળાની દુકાને બેસવા માટે ગયા હતા અને તેઓનું બાઈક દુકાનની બહાર પાર કર્યું હતું અને દુકાનની અંદર નારણ ઠાકોર બેઠા હતા. જે દરમિયાન સળિયા ભરેલી એક ટ્રક ફુલઝડપે આવી રહી હતી અને અચાનક ટ્રકચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા નારણ ઠાકોરના બાઈકને ટક્કર મારી હતી અને તેની બાજુમાં જ એક પાર્લર અને સ્મશાનની દીવાલને પણ અથડાતા નુકસાન થયું હતું. અકસ્માત થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. બાઈકને ટક્કર મારતા બાઈકના કચ્ચરઘાણ બોલી ગયા હતા. જ્યારે બાજુમાં રહેલા ધોળ ગામના ગોવિંદજી ઠાકોરના પાર્લરને ટક્કર મારતા દુકાનનો ઓટલો તેમજ શેડને પણ નુકસાન કર્યું હતું. તેમજ બાજુમાં રહેલી સ્મશાનની દીવાલને ટક્કર મારી હતી. જ્યાં દિવાલ પણ જમીનદોસ્ત થઈ હતી અને બાજુમાં ઉભેલા લાઈટના થાંભલાને ટક્કર મારી ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. બાવલુ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ફરાર ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.