અપહરણ અને પોક્સોના કેસમાં નાસતા ફરતા આરોપીને મહેસાણાની SOGની ટીમે ઝડપ્યો

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકા પોલીસ મથકમાં અપહરણ અને પોસ્કો જેવા કેસમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીને મહેસાણા એસઓજીની ટીમે બાતમી આધારે ઈન્દ્રડ થી રાજપુર જતા રોડ પર થી ઝડપી લીધો હતો. તેમજ ભોગ બનનારને શોધી કાઢી વધુ તપાસ આદરી છે.

મહેસાણા એસઓજી ટીમના માણસો વિસનગર તાલુકા પોલીસમાં નિધાયેલા અપહરણ પોસ્કો કેસમાં નાસતા ફરતા આરોપીને તેમજ સગીરાને શોધવા તજવીજ આદરી હતી. જેમાં પો.કો વિશ્વનાથસિંહ તથા પો.કો મહાવીર સિંહ ને ટેક્નિકલ તેમજ ખાનગી બાતમી આધારે વિગતો મળી હતી કે, કલોલ તાલુકાનો નારદીપુર ગામનો ઠાકોર કિશનજી આજીજી હાલમાં ઇન્દ્રડથી રાજપુર જતા રોડ પર હાજર છે. બાતમી મળતા ટીમો સ્થળ પર જઈ આરોપીને ઝડપી લીધો હતો. તેમજ ભોગ બનનાર સગીરાને શોધી કાઢી આરોપીને વધુ કાર્યવાહી માટે વિસનગર તાલુકા પોલીસને સોંપવામાં તજવીજ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.