કડીના મંડલીવાસમાં રહેણાક મકાનમાં અચાનક જ આગ લાગતા સદનસીબે મોટી જાનહાની ટળી

મહેસાણા
મહેસાણા

કડી શહેરના પાયગા હાઈસ્કૂલની સામે આવેલા મંડલી વાસમાં એકાએક ગુરુવારે રાત્રિ દરમિયાન રહેણાક મકાનમાં આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. જ્યાં શાકભાજીનો વેપાર કરતાં વેપારીના મકાનમાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.કડી શહેરના પટેલ ભુવન પાસે શાકભાજીનો વ્યવસાય કરતા આરીફભાઈ નબીભાઈ કલાલ કે પોતે પોતાની દુકાન ઉપર હાજર હતા અને તેઓનું રહેણાક મકાન પાયગા હાઈસ્કૂલની સામે મંડળી વાસ ખાતે આવેલું છે. શાકભાજીનો વેપાર કરતાં વેપારી પોતાના દુકાન ઉપર હાજર હતા. જે દરમિયાન તેમના રહેણાક મકાનમાં એકાએક અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતા આવાસની અંદર અફડા તફડી મચી જવા પામી હતી.


કડીમાં શાકભાજીનો વ્યવસાય કરતા વેપારીના ઘરની અંદર એકાએક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. જ્યાં ગુરુવારે રાત્રિ દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. રહેણાક મકાનમાં વેપારીની બે પુત્રીઓ નીચે હાજર હતી. એકાએક ઉપરના માળે આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને મકાનને ચપેટમાં લઈ લીધું હતું.જ્યાં એકાએક બંને પુત્રીઓની બૂમાબૂમથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. આગ લાગવાની ઘટનાને લઇ કડી પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જ્યાં ઘટનાસ્થળે ફાયર ફાઈટર આવી પહોંચ્યા હતા અને મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી.વ્યાપારી પણ થોડીવારમાં પોતાના મકાને આવી પહોંચ્યા હતા. પરંતુ મકાનમાં રહેલા AC,TV,ફ્રીઝ, પંખા સહિતનો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.