કડીના ચાલોલ ગામમાંથી સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મહેસાણા
મહેસાણા

કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે, કડી તાલુકાના ચારોલ ગામના ખરાબામાં ચારોલ ગામનો ઇસમ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરી હતી. જ્યાં વ્યાપાર કરતો ઈસમ વિદેશી દારૂનો જથ્થો મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે વિદેશી દારૂની 282 બોટલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં પ્રોહિબિશન તેમજ જુગાર લગત કામગીરીમાં ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન ચારોલ બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચારોલ ગામનો મહેન્દ્રસિંહ ઉર્ફે નેનીયો ચારોલ ગામના ખરાબામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે અને જે પ્રવૃત્તિ અત્યારે હાલ ચાલી રહી છે.હકીકતના આધારે પોલીસે પંચોની સાક્ષીએ ખરાબામાં રેડ કરતા ખરાબામાં રહેલા પુરાના ઓઘલાની આડસમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની 282 વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા 38,200 જપ્ત કરી હતી. જ્યારે પોલીસે રેડ કરતા વેપાર કરતો ઈસમ ત્યાંથી ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.