મહેસાણાના વાલમ ગામમાં સિનિયર સીટીઝન રક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનીયર સિટીઝન રક્ષણ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સર્વોદય વાન પ્રસ્થશ્રમ,વાલમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિક્ષક અચલ ત્યાગી તથા પો.ઈન્સ એન.એ.દેસાઈ તથા પો.સ.ઈ જે.પી.રાવ તથા પ્રોજેક્ટ કન્સ્લન્ટટ રાવલ દિપક. સી તેમજ સર્વોદય વાન પ્રસ્થશ્રમ, વાલમ ના ટ્રસ્ટી દિવાકરભાઈ જોશી તથા સંચાલક ડાહ્યાભાઈ પટેલ હાજર રહ્યા હતા. સિનીયર સિટીઝન કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક દ્વારા ઉપસ્થિત તમામ વડીલોનું સાલ ઓઢારી સંન્માન કરવામાં આવ્યુ હતું.તથા સીનીયર સીટીઝન સંદર્ભીત કાયદાઓની જોગવાઈઓ તથા હેલ્પ લાઈન નં 14567 ની ઉપયોગીતા બાબતે અવગત કરવામાં આવ્યા હતા. તેમજ સર્વોદય વાન પ્રસ્થશ્રમના ટ્રસ્ટી દ્વારા આશ્રમની સ્થાપના કરનાર રતીલાલ જોશી નો ટુકો પરીચય તથા સંસ્થામાં ચાલતી પ્રવૃતિઓ અને સંસ્થાના હેતુ ની માહિતી આપવામાં આવી હતી.આ સંસ્થામાં ચાલતા વૃધ્ધા આશ્રમમાં આવનાર વૃધ્ધોને રહેવા, જમવા તેમજ જીવન જરૂરી બાબતો માટે નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે. ત્યારબાદ પોલીસ અધિક્ષક દ્વારા આશ્રમ ખાતે વૃક્ષારોપણ કરી સંસ્થાની વિઝીટ કરી પરીચય મેળવવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.