વડનગરમાં દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી બારોબાર વેચી મારવાનું કૌભાડ ઝડપાયું

મહેસાણા
મહેસાણા

વડનગરમા એક ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલીગ પર હતી. ત્યારે વાહન ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી દુધના ત્રણ બેરલ ભરેલા મળતા પોલીસે પૂછપરછ કરતા ગાડીમાં સવાર ઈસમોએ દૂધની ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. જેથી સમગ્ર દૂધ ચોરી કરવાનું કૌભાંડ સામે આવતા વડનગર પોલીસે ત્રણ આરોપીને ઝડપી કુલ પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.​​​​​​​વડનગર પોલીસ સ્ટાફના માણસો ઉણાદ સાહપુર રોડ પર પેટ્રોલીગ પર હતા, એ દરમિયાન GJ27AH9883 ગાડી સામેથી આવતા પોલીસે રોકાવી તપાસ કરી હતી. જે ગાડીમાં ત્રણ ઈસમો સવાર હતા. ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગેથી દૂધ ભરેલા ત્રણ બેનર જોતા પોલીસે દૂધ મામલે પૂછપરછ કરતા ત્રણ ઈસમોએ કોઈ જવાબ ન આપતા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે દૂધ ભરેલ ગાડી અને ઠાકોર કલ્પેશજી વીરસંગજી, ઠાકોર જીગ્નેશજી વિરમજી,ઠાકોર પિન્ટુજી હીરાજીને પકડી લીધા હતા.​​​​​​​સમગ્ર કેસમાં ઝડપાયેલા ત્રણ ઈસમો પાસે પોલીસે દૂધ અંગે ઊંડાણ પૂર્વક તપાસ અને પૂછપરછ કરતા ઝડપાયેલા ઈસમોએ પોલીસ સમક્ષ કબુલાત કરી કે, છેલ્લા ચાર દિવસોથી દૂધસાગર ડેરીમાંથી આવતા ટેન્કર વડનગર તાલુકાના ગામોમાં ડેરીમાંથી દૂધ ભરતું હતું જેમાં ટેન્કરનો ડ્રાઇવર ઝાલા અમીર સિંહએ આરોપીઓને સાહપુર વડ ગામેથી ઉણાદ ગામે જતા રોડ પર રાત્રે બે વાગ્યે મળી ટેન્કરમાંથી 50-50 લિટરના ત્રણ બેરલ ભરી દૂધ ચોરી કર્યું હતું.સમગ્ર કેસમાં ઝડપાયેલા તસ્કરોએ પોલીસ સમક્ષ કબુલાત કરી કે ટેન્કર ચાલક પાસેથી તેઓ 150 લીટર દૂધ 3500 રૂપિયે લીધું હતું. આ દૂધ ઝડપાયેલા ઈસમો સુઢીયા ગામમાં આવેલા જય ગોગા પ્રાઇવેટ ડેરી ચલાવતા પટેલ વિક્રમભાઈને 30 રૂપિયે એક લીટર દૂધ વેચી મારતા હોવાની કબૂલાત કરી હતી.સમગ્ર કેસમાં દૂધસાગર ડેરીનું દૂધ ટેન્કર ચાલક ઝાલા અમરસિંહ પોતાના આર્થિક ફાયદા માટે દૂધ સાગર ડેરીનું દૂધ ખોટી રીતે અન્ય ત્રણ ઇસમોને સસ્તા ભાવે વેચી મારતા તેમજ ઝડપાયેલા ત્રણ ઈસમો આજ દૂધ ઉંચા ભાવે સુઢીયા ગામના વિક્રમ પટેલને ડેરીમાં વેચી મારતા હોવાની વિગતો સામે આવતા પોલીસે કુલ પાંચ સામે વડનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.