મહેસાણા ખાતે મહિલા પોલીસ કર્મચારીઓની રેલી યોજાઈ

મહેસાણા
મહેસાણા

આજરોજ મહેસાણા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગૃહ વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે પોલીસ હેડક્વાર્ટર ખાતેથી મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર જાગૃતિ માટેની રેલી યોજવામાં આવી હતી. જેમાં 181 અભયમ્ મહિલા હેલ્પલાઈન, પોલીસ બેઈઝ્‍ડ સપોર્ટ સેન્‍ટરના કર્મચારીઓ જોડાયા હતા.તેમજ ઓડીટોરીયમ હોલવપોલીસ હેડ ક્વાર્ટર ખાતે આર. આઈ. દેસાઈ, ડી.વાય.એસ.પી. મહેસાણાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સર્વ દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્ મેઘાબેન ગોસ્વામી, પોલીસ ઈન્‍સપેક્ટર (મહિલા પોલીસ સ્ટેશન) બી. કે. પટેલ, ચેરપર્સન (મહિલા અને બાળમિત્ર સુરક્ષા સમિતી) નરેશભાઈ પટેલ, કાયદાના તજજ્ઞ શીતલબેન પટેલ, સભ્ય (મહિલા અને બાળમિત્ર સુરક્ષા સમિતી) મીનાબેન સોની એ ઉપસ્થિત રહી “ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનીયમ-2005 વિશે તેમજ મહિલાલક્ષી અન્ય સુરક્ષા માળખા તેમજ કાયદાકીય જોગવાઈઓ ઉપર વિશેષ ચર્ચા વિચારણા સહ જાગૃતિ બાબતે રજુઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમને રસપ્રદ બનાવતા જ્ઞાન સાથે ગમ્મતને અનુરુપ ભવાઈ(નાટક) યોજી મહિલાલક્ષી યોજનાઓ તેમજ સુરક્ષા અંગે જાગૃતિકરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ સર્વરોગ નિદાન કેમ્પ ઉપરાંત સર્વાઈકલ કેન્‍સર અને બ્રેસ્ટ કેન્‍સરના નિષ્ણાંતો દ્વારા હેલ્થ ચેક અપ કરવામાં આવ્યુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.