ઊંઝા ભારત બંધના સમર્થનમાં કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરાયો

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકા અનુ.જાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા: આજે ભારત બંધના એલાનને લઈ ઊંઝા હાઇવે સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સૂત્રોચાર કર્યાં હતા. તેમજ ભારત બંધના સમર્થનમાં કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ભારતની ઉચ્ચ ન્યાયાલય દ્વારા અનુસુચિત જાતિ અને જનજાતિના લોકોને આંતરિક જાતિ વર્ગીકરણ મુજબ અનામતનો લાભ આપવાની બાબતમાં રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. ત્યારે સમગ્ર દેશમાંથી ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે ભારતનાં તમામ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

તે અનુસંધાને ઊંઝા તાલુકાના અનુ.જાતિ સમાજના આગેવાનો અને કાર્યકરોએ ઊંઝા સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ એકત્ર થઇને આંખે કાળી પટ્ટી ધારણ કરી ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. તે પહેલાં ઉપસ્થિત આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને સુત્રોચ્ચાર કર્યા હતા. સુપ્રીમ કોર્ટેના આંતરીક જાતિ વર્ગીકરણનો વિચાર પડતો મુકી જે બંધારણની જોગવાઈઓ મુજબ જ હકો અને અધિકાર મળવાં જોઈએ તેવી માગણી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.