ઊંઝાના રણછોડપુરા ગામમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મહેસાણા
મહેસાણા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ઊંઝાના રણછોડપુરા ગામમાં મારી માટી મારો દેશનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વિરોને વંદન, શીલા ફલકમ સમર્પણ અને રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમજ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવએ પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા માટે ભારત સરકારની પહેલ છે. આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા ભારતના લોકો સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યાં છે. આઝાદી કા અમૃત મહોત્સવએ ભારતની પ્રગતિશીલ સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ઓળખનું એક સ્વરૂપ છે. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર યાત્રા 12 માર્ચ 2021ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં 75 અઠવાડિયા લાંબી ઉજવણીને લીલીઝંડી આપી હતી. આઝાદીનો આ અમૃત ઉત્સવ 15મી ઓગસ્ટ 2023 સુધી ચાલશે.આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આજરોજ ઊંઝા તાલુકાના રણછોડપુરા ગામમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં ઊંઝા ધારાસભ્ય કે.કે પટેલ, ઊંઝા તાલુકા વિકાસ અધિકારી ડૉ. ભાર્ગવીબેન વ્યાસ, ઊંઝા તાલુકાના ભુણાવ સીટ સદસ્ય ભાવનાબેન, કરલી સીટના સદસ્ય ફૂલવંતસિંહ રાજપૂત, ઊંઝા તાલુકાના રણછોડપુરા સદસ્ય સરોજબેન, ઉપેરા સીટ સદસ્ય નિલેશભાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ, આગણવાડી બહેનો, શાળાના શિક્ષકો, ગ્રામજનો હાજર રહ્યા હતા.વધુમાં આ કાર્યક્રમમાં મારી માટી મારો દેશ અંતર્ગત એક કળશમાં ગામની માટી લેવામાં આવી હતી. તેમજ લગાવેલ પ્રતિમાની પૂજા કરવામાં આવી હતી. તેમજ પ્રતિમાની આસપાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જતન કરવાની પણ વાત કરવામાં આવી હતી. આવેલા મહેમાનોનું સ્વાગત તેમજ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. તેમજ આવેલા મહેમાનોએ પ્રવચન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.