મહેસાણા રેલવે સ્ટેશન નજીક ધીમી ગતિએ જતી ટ્રેનમાંથી મુસાફરનું 13 લાખના મત્તા ભરેલું પાકિટ ઝુંટવાયું

મહેસાણા
મહેસાણા

મહેસાણા રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલુ ટ્રેનમાં ચોરીઓની ઘટનામાં વધારો થયો છે. મુસાફરોની નજર ચૂકવીને તેઓના કિંમતી સામાન ચોરતી ટોળકી સક્રિય બની હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. રાજસ્થાના જોધપુરમા આવેલા ડેડીયા વાલેસરમાં રહેતી અને મૂળ મુંબઇની વતની 21 વર્ષીય યુવતી દિવ્યા અકેસિંગ ઇન્દ્રા રાત્રે ભગતની કોઠી રેલવે સ્ટેશનથી મુંબઈ દાદર જવા માટે ભગવની કોઠી એક્સપ્રેસ ટ્રેનના એસ 1 કોચમાં પોતાની સીટ પર પરિવાર સાથે મુસાફરી કરી રહી હતી અને ટ્રેનમાં માથા નીચે પોતાનું સોનાના દાગીના અને રોકડા ભરેલ પર્સ તકીયાની જેમ મૂકી સુઈ ગયા હતા.

સવારે સાડા ત્રણ વાગ્યાના સુમારે આ ટ્રેન મહેસાણા રેલવે સ્ટેશન પાસે પહોંચી હતી અને ધીમી ગતિએ આગળ પસાર થતી હતી એ દરમિયાન ચાલુ ટ્રેનમાં મોકો જોઈને એક અજાણ્યો શખ્સ મુસાફર યુવતીના માથા નીચે મુકેલ સોનાના દાગીના,બે મોબાઈલ,અને રોકડા મળી 13 લાખથી વધુ ની મત્તા ભરેલ પર્સ ઝૂંટવી લઈને ફરાર થઇ ગયો હતો. આ મામલે ફરિયાદી યુવતીએ મહેસાણા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.મહેસાણા રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય માસથી ચાલુ ટ્રેનમાં,રેલવે સ્ટેશન,સહિતના વિસ્તારોમાં મુસાફરોને ટાર્ગેટ કરી તેઓના સમાન ચોરી તેમજ ઝૂંટવી લેવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ છે.જોકે અત્યાર સુધી અનેક આવી ઘટનાઓને કારણે મુસાફરોમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.