આગને કેવી રીતે કાબૂમાં લઇ શકાય તેને લઈ મોકડ્રિલ યોજાઇ

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના સુણોક ગામ નજીક આવેલા આઇઓસીની પાઇપ લાઇનમાં અચાનક લાગેલી આગને લઈ આગને કેવી રીતે કાબૂમાં લઇ શકાય તેને લઈ ક્રમશઃ મોકડ્રિલ યોજાઇ હતી. જેમાં મહેસાણા એડિશનલ કલેક્ટર સહિત આઇઓસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેટ ઓફ ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લેવલ 3 મોકડ્રીલ સીએચ 83,400 કે એમ એસ.એમ.પી.એલ 24 પાઇપલાઇન ખાતે આકસ્મિક સંજોગોમાં પાઇપ ડેમેજ થતાં મોટી હોનારત બને તેવી શક્યતાને લઈ આયોજન કરાયું હતું. રૂટિન સિક્યુરીટીના ધ્યાને આવતા આઇઓસીના ઊંચ અધિકારીઓને ધ્યાને દોરી ક્રમશ પાઇપલાઇન લાગેલી આગને કાબૂમાં મેન્ટેનેન્સ સ્ટાફ દ્વારા પ્રયત્નો શરૂ કર્યા હતા. ટ્રાફિક ડાયવર્ટ કરી ફાયર ફાયટરની મદદથી આગ કાબૂમાં લેવાઈ હતી. તેમજ ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા હતા. આ મોકડ્રીલ અંદાજીત બે કલાક ચાલી હતી.

આઇઓસીના ઊંચ અઘિકારી અમિતકુમાર ત્રિપાઠી જણાવ્યું હતું કે, સુણોક નજીક આઇઓસીની પાઇપ લાઈન જાય છે. ત્યાં જિલ્લાની મોકડ્રીલ કરવામાં આવી તેના અંતર્ગત મુશ્કેલ પરિસ્થિતિમાં કઈ રીતે પહોંચી વળવા આપાતકાલીન પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે એકઠા થયા છીએ તેના માટે મોકડ્રિલ ગોઠવવામાં આવી હતી. આવી પરિસ્થિતમાં પહોંચી વળવા માટે જિલ્લાના બધા માણસો ડીપીઓ હોસ્પિટલના માણસો પોલીસના માણસો હાજર રહેશે તેના માટે વાસ્તવિક પરિસ્થિતિમાં કેવું રહેશે તેના માટે મોકડ્રીલ યોજાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.