કડીમાં એકટીવા લઈને જઈ રહેલા આધેડને બે ઈસમોએ ઉભા રાખ્યા

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના ડરણ મોરવા ગામે રહેતા આધેડ પોતાનું એક્ટીવા લઈને મણીપુર ગામે અંગત કામ સારું પોતાના ઘરેથી નીકળી મણીપુર તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન ડરણ મોરવા ગામના બે લોકોએ તેમને ઉભા રાખી જાતિ વિશે આપત્તિ શબ્દો બોલી અપમાનિત કરીને હીચકારો હુમલો કરી નાખ્યો હતો. જ્યાં તેઓને શરીરના અલગ અલગ ભાગે ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી અને 14 ટાંકા આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ઘટનાને લઇ બાવલુ પોલીસે બે લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.કડી તાલુકાના ડરણ મોરવા ગામે રહેતા કરસનભાઈ સેન્ટીંગ અને કોન્ટ્રાક્ટનો ધંધો વ્યવસાય કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. કરસનભાઈ પોતાના ઘરેથી એક્ટીવા લઈને મણીપુર ગામ તરફ જતી માઇનોર કેનાલ ઉપરના રોડ ઉપર થઈને મણીપુર ગામ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન કેનાલ ઉપર ડરણ મોરવાના બે લોકોએ તેમને ઉભા રાખીને હિંસક હથિયારો વડે હુમલો કરી નાખ્યો હતો.

મણીપુર માઇનોર કેનાલ ઉપર ચંદુજી ઠાકોર અને વિશાલજી ઠાકોરે કરસનભાઈને ઉભા રાખ્યા હતા. જેથી કરશનભાઈએ કહ્યું કે મને કેમ ઉભો રાખ્યો છે. તમારે લોકોએ શું કામ છે અને તમે લોકો અહીંયા કેમ ઉભા છો. જેવું કહેતા જાતિ વિશે અપમાનિત કરી અપશબ્દો બોલી હીચકારો હુમલો કરી નાખ્યો હતો. હિંસક હથિયાર વડે હુમલો કરી નાખતા તેઓને હાથના ભાગે અને ગળાના ભાગે ગંભીર બીજાઓ પહોંચી હતી અને લોહી નીકળતા તેઓ બુમાબુમ કરવા લાગ્યા હતા.એક્ટીવા મૂકી તેઓ ભાગવા લાગ્યા હતા અને બંને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ કરસનભાઈ તેમના દીકરાને ફોન કરીને જાણ કરતા પરિવારજનો આવી પહોંચ્યા હતા અને તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેઓને અલગ અલગ જગ્યાએ 14 ટાંકા આવ્યા હતા ઘટનાને લઈને બાવલુ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને નિવેદનના આધારે બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.