કડીમાં નવરાત્રિના તહેવાર અને ભારત પાકિસ્તાન વન-ડે મેચને લઈ પોલીસ દ્વારા બેઠકનું આયોજન કરાયું

મહેસાણા
મહેસાણા

કડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતરીના દિવસ જ્યારે નવરાત્રિ તહેવારના બાકી રહ્યાં છે અને આવતીકાલે ભારત-પાકિસ્તાનની વન-ડે મેચ યોજનાર છે તે અનુલક્ષીને કડી પોલીસ દ્વારા વિવિધ સમાજના આગેવાનોની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બે દિવસ બાદ સમગ્ર ગુજરાતમા નવરાત્રિનો તહેવાર શરૂ થનાર છે. તેમજ આવતીકાલે એટલે કે શનિવારે અમદાવાદ ખાતે ભારત પાકિસ્તાનની વનડે મેચ યોજનાર છે. જે અનુલક્ષીને કડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કડી શહેરની અંદર તહેવારોમાં તેમજ મેચ બાદ કોઈ પણ બનાવ ન બને તે સંદર્ભે શાંતિ સમિતિ બેઠક બોલાવાઈ હતી.


ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ દેખતા હોય તેવા નવરાત્રિ તહેવારને ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. જ્યારે કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે હેતુથી પીઆઈ જેપી સોલંકીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે ભારત-પાકિસ્તાનની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે મેચ યોજાવાની છે. તે દરમિયાન કઈ અણબનાવ ન બને તે વીશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.