મહેસાણા SPની અધ્યક્ષતામાં પોલીસ કર્મીઓની બેઠક યોજાઈ

મહેસાણા
મહેસાણા

આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે.ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ પોલીસ મથકના થાણા ઇન્ચાર્જ તેમજ શાખા ઇન્ચાર્જ સાથે બેઠક યોજી હતી. જેમાં ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે પ્રધાનમંત્રીના બંદોબસ્ત પૂર્ણ થયાની બ્રીફિગ તેમજ દિવાળીના તહેવારોને લઈ બેઠક યોજી હતી. તેમજ જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.


આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે જિલ્લાના નાગરિકો શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં તહેવારો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સલાહ સૂચનો કરાયા હતા. ત્યારે દિવાળીના તહેવારમાં ચોરી,લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપવા ગુનેગારો સક્રિય થતા હોય છે. ત્યારે બજારોમાં આગામી સમયમાં પોલીસ દ્વારા નાગરિકોને જાગૃત થતા અંગે સૂચના પણ અપાઈ હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.