મહેસાણામાં સાથે કામ કરતા પરિણિત સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રેમ પાગળ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમા રહેતા અને પ્રેમ લગ્ન કરનાર એક દંપતી પોતાનું લગ્ન જીવન સુખીથી ગુજારી રહ્યા હતા. આ લગ્ન જીવન દરમિયાન પતિ- પત્નીને બે સંતાનો હતા. જ્યાં પતિને પોતાની નોકરી દરમિયાન સાથે કામ કરતી નોકરિયાત પરિણીત સ્ત્રી સાથે આંખ મળી જતા બંને કર્મચારીઓ વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. ત્યારબાદ બને વચ્ચે ઘાટ પ્રેમ સંબંધ બંધાઈ જતા પ્રેમી પંખીડાને પોતે પરિણીત હોવાનું અને ઘર સંસાર હોવાનું ભૂલી ગયા હતા. બંને એક બીજા સાથે દરરોજ ફોન પર વાતો કરતા હતા.આ દરમિયાન એક દિવસ પત્નીના હાથમાં ફોન આવી જતા ફોન ચેક કરતા પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની પત્નીને જાણ થઈ હતી. જેથી પતિના પ્રેમ સબંધનો ભાંડો ફૂટી ગયો હતો. બે પરિણિત સ્ત્રી અને પુરુષના પાગરેલા પ્રેમ સંબંધને લઇ પ્રેમિકાના પતિએ તેને છુટાછેડા આપી દીધા હતા. આમ એક પરિણિત સ્ત્રીનો ઘર સંસાર ભાગી પડ્યો હતો. જોકે, પ્રેમિકાએ પોતાના પ્રેમીને પામવા અન્ય વ્યક્તિ મારફતે પ્રેમીની પત્નીને ફોન કરી વચ્ચેથી ખસી જવા ધાક ધમકીઓ પણ અપાવી હતી. જેથી પ્રેમીની પત્નીએ પોતાના બે સંતાનનું જીવન ના ખોરવાય એ માટે 181 અભયમનો સંમ્પર્ક કરી મદદ માંગી હતી.મહેસાણા અભયમની ટીમે અરજદાર મહિલાની વાત જાણી તેના પતિને બોલાવી કાઉન્સીલીગ કર્યું હતું. જ્યાં કાયદાકીય જાણકારી આપી લગ્ન જીવન ન બગડે અને ભવિષ્યનું તાંતપર્ય સમજાવ્યું હતું. આમ અભયમની ટીમના પ્રયાસથી પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખનાર પતિ તે સંબંધો તોડવા સહમત થયો હતો અને જૂની વાતો ભૂલી પોતાની પત્ની અને સંતાનો સાથે નવું જીવન શરૂ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.