ઊંઝામાં વર્ષા ટ્રેડર્સ નામની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી સિગારેટના પેકેટ રાખી વેચાણ કરતા શખસને પોલીસે ઝડપ્યો

મહેસાણા
મહેસાણા

ઊંઝામાં આવેલ વર્ષા ટ્રેડર્સ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી સિગારેટના પેકેટ રાખી વેચાણ કરતા હોવાની ઊંઝા પોલીસને માહિતી મળતા પોલીસે રેડ કરી ગુન્હો દાખલ કર્યો હતો.ઊંઝામાં જયવિજય રોડ ઉપર આવેલ વર્ષા ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે. જેની અંદર ભારત સરકારે નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે નિયમનુ પાલન નહીં કરેલું, તેમજ ધારાધોરણ પ્રમાણે સ્ટીકર લગાવેલા ન હતા અને વિદેશી સિગારેટના પેકેટ રાખી વેચાણ કરતો હતો. જેની ઊંઝા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી. જેમાં ઊંઝા પોલીસે પંચો બોલાવીને વર્ષા ટ્રેડર્સ દુકાનમાં તપાસ કરતા દુકાનમાંથી અલગ અલગ વિદેશી બનાવટની સિગારેટ મળી આવી હતી.


જેમાં GUDANG GARAM સિગારેટ નામના 06 બોક્ષ મળી આવ્યા હતા. જેની કિંમત રૂપિયા 9600 થાય છે, તથા DJARUM BLAK ’20 KRETEK CLGARETTES સિગારેટ નામના ત્રણ બોક્ષ મળી આવ્યા હતા. જેની કિંમત રૂપિયા 780 થાય છે. જે કુલ મુદ્દામાલ 09 પેકેટ સિગારેટની કિંમત રૂપિયા 10,380 થાય છે. જેમાં વર્ષા ટ્રેડર્સમાં વેચાણ કરતા તેજવણી કમલેશભાઈ ભગવાનભાઈ ઉપર ઘી સિગારેટ બીજી તમાકુ ઉત્પાદન અધિનિયમ 2003ની કલમ 7 અને 20 મુજબ ઊંઝા પોલીસે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.